Site icon Oasis Fertility

એન્ડોમેટ્રિઓસિસ વિશે બધું જે તમે જાણવા માંગો છો

એન્ડોમેટ્રિઓસિસ વિશે બધું જે તમે જાણવા માંગો છો:

ઘણી સ્ત્રીઓને તેમના માસિકધર્મ સંબંધિત સમસ્યાઓ હોય છે. પરંતુ તેઓ અજાણ છે કે અનિયમિત માસિકધર્મ, ભારે રક્તસ્રાવ અથવા તીવ્ર પીડા વંધ્યત્વ તરફ દોરી શકે છે. એન્ડોમેટ્રિઓસિસ એક એવી સ્થિતિ છે જે શોધી શકાતી નથી પરંતુ મહિલાઓની પ્રજનનક્ષમતાને ઘણી હદ સુધી અસર કરી શકે છે. ચાલો એન્ડોમેટ્રિઓસિસ વિશે વિગતવાર જાણીએ.

એન્ડોમેટ્રિઓસિસ શું છે:

એન્ડોમેટ્રિઓસિસ વિશે જાણવા માટે, ચાલો પહેલા માસિક ચક્ર વિશે જાણીએ. અને સ્ત્રીઓને માસિક ચક્રની સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે. ગર્ભાશયના આંતરિક આવરણને એન્ડોમેટ્રીયમ કહેવામાં આવે છે જે દર મહિને ફલિત ઇંડાને ધારણ કરવા માટે સ્વયંને તૈયાર કરે છે. પરંતુ જો સગર્ભાવસ્થા ન હોય તો, માસિક ચક્ર દરમિયાન દર મહિને એન્ડોમેટ્રાયલ પેશી અલગ કરવામાં આવે છે જેના પરિણામે રક્તસ્રાવ થાય છે. જ્યારે એન્ડોમેટ્રીયમ ગર્ભાશયની બહાર ગમે ત્યાં વધે છે એટલે કે ગર્ભાશય નળી, અંડાશય, યોનિ, વગેરે તેને એન્ડોમેટ્રિઓસિસ કહેવાય છે. આ પેશી પણ અલગ કરવામાં આવે છે પરંતુ લોહીમાં જવા માટે કોઈ જગ્યા નથી જેના કારણે ક્ષતિગ્રસ્ત પેશીઓ અને જખમ થાય છે.

એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો શું છે ?

  • પેડુનો જૂનો દુખાવો/ પીઠનો દુખાવો
  • પીડાદાયક માસિક સ્રાવ (ડિસ્મેનોરિયા)
  • ગર્ભધારણ કરવામાં મુશ્કેલી (વંધ્યત્વ)
  • જાતીય સંભોગ દરમ્યાન દુખાવો (ડિસપેર્યુનિયા)
  • માસિક સ્રાવ દરમિયાન વધુ પડતો રક્તસ્રાવ
  • પીડાદાયક ચક્રીય હેમેટુરિયા/ પીડાદાયક શૌચ (ડિસ્ચેઝિયા)

એન્ડોમેટ્રિઓસિસનું નિદાન:

  1. અલ્ટ્રાસાઉન્ડ
  2. ઊંડાણમાં સ્થિત એન્ડોમેટ્રિઓસિસને ઓળખવા માટે ભાગ્યે જ એમઆરઆઈ સ્કેનની જરૂર પડી શકે છે.
  3. લેપ્રોસ્કોપી અને બાયોપ્સી – એન્ડોમેટ્રિઓટિક જખમની લેપ્રોસ્કોપી અને બાયોપ્સી એન્ડોમેટ્રિઓસિસના નિદાનમાં સુવર્ણ ધોરણ છે. એન્ડોમેટ્રીયમના નમૂના પેશીને માઇક્રોસ્કોપ હેઠળ (લેપ્રોસ્કોપી દરમિયાન) જોવામાં આવે છે જે દર્દીને એન્ડોમેટ્રિઓસિસ છે કે નહીં તેની પુષ્ટિ કરવામાં નિષ્ણાતને મદદ કરે છે.

એન્ડોમેટ્રિઓસિસની સારવાર:

  • વંધ્યત્વ માટે પ્રાથમિકતા તરીકે સારવારની જરૂર છે જે દર્દીના ઇંડા ભંડારના આધારે આઇયુઆઈ અથવા આઇવીએફ હોઈ શકે છે.
  • જો કુટુંબ પૂર્ણ થયું હોય તો જન્મ નિયંત્રણ ગોળી, હોર્મોન થેરાપી , અને સર્જરી પીડા/ અન્ય લક્ષણોને દૂર કરવાના વિકલ્પો તરીકે ગણી શકાય છે.

હોર્મોન થેરાપી:

હોર્મોન થેરાપી દ્વારા, ઓવ્યુલેશન અટકાવી શકાય છે જે એન્ડોમેટ્રીયમના વિકાસને ધીમું પણ કરી શકે છે.

  • સર્જરી:

લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા અસરગ્રસ્ત પેશીઓને દૂર કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, હિસ્ટરેકટમી કરવામાં આવે છે જેમાં ગર્ભાશય અને અંડાશય દૂર કરવામાં આવે છે.

જીવનશૈલીમાં ફેરફાર દ્વારા એન્ડોમેટ્રિઓસિસનું પ્રબંધન:
તંદુરસ્ત ખોરાક લો:

ફળો, શાકભાજી અને ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ ખોરાકનું સેવન એન્ડોમેટ્રિઓસિસ થવાનું જોખમ ઘટાડી શકે છે. મદ્યપાન, કેફીન અને ટ્રાન્સ ફેટ ટાળવી જોઈએ.

કસરત:

નિયમિત કસરત એન્ડોમેટ્રિઓસિસનું પ્રબંધન કરવામાં મદદ કરી શકે છે. અને સાથે, યોગ અને ધ્યાન તણાવને દૂર કરવામાં મદદ કરી શકે છે જેનાથી તમને એન્ડોમેટ્રિઓસિસનો સામનો કરવામાં મદદ મળે છે.

જ્યારે તમને તમારા માસિક ચક્ર સાથે સમસ્યા હોય, ત્યારે ફર્ટિલિટી નિષ્ણાતનો સંપર્ક કરવામાં અચકાશો નહીં. વહેલું નિદાન અને સારવાર વંધ્યત્વની સમસ્યાઓને દૂર કરવામાં અને તમારા માતા-પિતા બનવાના સ્વપ્નને હાંસલ કરવામાં તમારી મદદ કરી શકે છે.

Exit mobile version