Author: Dr. V Ramya, Consultant & Fertility Specialist
ઝડપથી બદલી રહેલી અને શહેરીકરણની દુનિયા જયારે અનંત તકો લાવે છે, ત્યાં જ આના પરિણામે જીવનશૈલી, જીવનની ગુણવત્તા અને લોકોની ખાવાની ટેવમાં મોટા ફેરફારો આવે છે. આના પરિણામે વ્યક્તિઓનું સ્વાસ્થ્ય બગડ્યું. જીવનશૈલીમાં ફેરફારને કારણે પ્રજનનક્ષમ વયના પુરૂષો અને સ્ત્રીઓને અસર કરતી આવી જ એક સ્વાસ્થ્ય સ્થિતિ છે વંધ્યત્વ. ડબ્લ્યુએચઓના વર્તમાન આંકડાઓ મુજબ, સાતમાંથી એક યુગલ વંધ્યત્વથી પીડાય છે. પ્રજનનક્ષમતા સારવારના ક્ષેત્રમાં ઉભરતી તબીબી પ્રગતિ સાથે, વંધ્યત્વનો ઉપચાર કરવો કરવું સરળ બન્યું છે.
ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં, જેને સામાન્ય રીતે આઈવીએફ કહેવામાં આવે છે, એક અદ્યતન પ્રજનનક્ષમતા સારવાર છે જેમાં લેબોરેટરી સેટિંગમાં શુક્રાણુ સાથે ઇંડાને નિશ્ચેચિત કરવાનો સમાવેશ થાય છે. આઈવીએફ ટેક્નોલોજીએ પ્રજનન ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિ કરી છે. આઈવીએફ ટેક્નોલોજીએ કેટલાંક પ્રજનનક્ષમ યુગલોને તેમના માતાપિતા બનવાના સ્વપ્નને પૂરું કરવામાં મદદ કરી છે.
યોગ્ય આઈવીએફ ક્લિનિક શોધવું એ યુગલો માટે દુઃસ્વપ્ન બની શકે છે જેમને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી હોય છે.
યોગ્ય આઈવીએફ ક્લિનિક શોધવું શા માટે મહત્વપૂર્ણ છે?
આરોગ્યસંભાળ ક્ષેત્રમાં, ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવી મહત્વપૂર્ણ છે અને આ એક પડકારજનક કાર્ય છે જ્યારે ભૂમિકા ભજવતા ઘણા પરિબળોને નિયંત્રિત કરવાની જરૂર રહે છે. પરિક્ષણો, પ્રયોગશાળાના સાધનો, નિદાન, ડૉક્ટરની કુશળતા અને અનુભવ, દર્દીની સેવા વગેરે જેવા પરિબળો સંતોષકારક ગ્રાહક સેવા પહોંચાડવામાં ભૂમિકા ભજવે છે. અને આ પરિબળોને ધ્યાનમાં લેતી વખતે સહેજ ખામીઓ એક અપ્રિય અનુભવનું કારણ શકે છે.
પ્રજનન સારવાર દંપતીએ અલગ અલગ હોય છે. પ્રજનન ઉપચાર પસંદ કરતાં પહેલાં અને આઈવીએફ ક્લિનિક શોધતાં પહેલાં, તમે ગર્ભધારણ કરવામાં અસમર્થ છો તેનું કારણ સમજવા માટે પહેલાં ફર્ટિલિટી નિષ્ણાતનો સંપર્ક કરવો શ્રેષ્ઠ રહેશે.
તમારા માટે સૌથી યોગ્ય હોય તેવું આઈવીએફ ક્લિનિક શોધવા માટે તમારે અહીં 8 મહત્વપૂર્ણ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ
1. ફર્ટિલિટી નિષ્ણાત: તબીબી અનુભવ અને કુશળતા
તમારી જરૂરિયાતોને અનુરૂપ ફર્ટિલિટી નિષ્ણાતને શોધવું મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. કોઈપણ સારવાર માટે ડૉક્ટર-દર્દીનો સંબંધ અને વિશ્વાસ મહત્વપૂર્ણ છે. ખાતરી કરો કે તમે એવા ફર્ટિલિટી નિષ્ણાતને પસંદ કરો જે ઉચ્ચ લાયકાત ધરાવતા હોય, અનુભવી હોય અને જેની સાથે તમે અનુકૂળ છો. આ ઉપરાંત, એવા ફર્ટિલિટી નિષ્ણાતને મળો જે સમજાવી શકે અને જાણતા હોય કે કયા પ્રકારની સારવાર તમને ગર્ભધારણ કરવામાં મદદ કરશે.
2. આઈવીએફ સેન્ટરના ધોરણો અને ગુણવત્તા
જ્યારે તબીબી ક્ષેત્રની વાત આવે ત્યારે ગુણવત્તા આવશ્યક છે. આઈવીએફ ક્લિનિક શોધવું મહત્વપૂર્ણ છે જે ગુણવત્તાનું સખત પાલન કરે છે.
મૂળભૂત ધોરણો, પ્રમાણપત્રો અને ગુણવત્તા અનુપાલનમાં સામેલ છે:
– આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) દ્વારા પ્રમાણિત હોવું જોઈએ.
– ફર્ટિલિટી કેન્દ્રએ એઆરટી કાયદાના ધોરણો, નિયમો અને વિનિયમોનું પાલન કરવું જોઈએ.
– ક્લાસ 10,000 આઈવીએફ લેબ હોવી જોઈએ.
3. વ્યક્તિગત સારવાર અને સંભાળ
પ્રજનનક્ષમતા સારવારમાંથી પસાર થવું એ ખૂબ જ ભાવનાત્મક યાત્રા હોઈ શકે છે. એક આઈવીએફ કેન્દ્ર પસંદ કરવું આવશ્યક છે જે આઈવીએફ યાત્રા દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સહાય, વ્યક્તિગત અને કરુણાપૂર્ણ સંભાળ પ્રદાન કરે છે. તમારી જરૂરિયાતો અને ચિંતાઓને પૂરી કરી શકે તેવા સ્ટાફથી સજ્જ એવા કેન્દ્રની શોધ કરો.
4. પ્રદાન કરવામાં આવતી સુવિધાઓ અને ટેકનોલોજીનો ઉપયોગ
અદ્યતન અને અત્યાધુનિક ટેકનોલોજી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ એવા ક્લિનિકની પસંદગી કરો. આઈવીએફ કેન્દ્રમાં સમર્પિત સુવિધાઓ હોવી જોઈએ જે અન્ય વિવિધ પ્રજનનક્ષમતા સારવારો જેમ કે ઇન્ટ્રા-યુટેરિન ઇન્સેમિનેશન (આઈયુઆઈ), આસિસ્ટેડ હેચિંગ, ઇન્વિટ્રો મેચ્યોરેશન(આઈવીએમ), વગેરે કરવા માટે ધોરણો અને માર્ગદર્શિકા અનુસાર જાળવવામાં આવે છે.
5. એમ્બ્રીયો ફ્રીઝીંગ અથવા પ્રિઝર્વેશન
એમ્બ્રીયો ફ્રીઝિંગ એ એક આવશ્યક સુવિધા છે અને એક અદ્યતન ટેકનોલોજી છે જે એવા યુગલો માટે વરદાન છે જેઓ તરત જ ગર્ભાવસ્થાની યોજના બનાવી શકતા નથી. આઈવીએફ ઉપચાર દરમિયાન નિર્મિત તમામ એમ્બ્રોયોનો ઇમ્પ્લાન્ટેશન માટે ઉપયોગ નથી કરાતો. ભવિષ્યના હેતુઓ માટે ઉપયોગમાં લેવા માટે પ્રવાહી નાઇટ્રોજનમાં વધારાના ભ્રૂણને ફ્રીઝ કરવામાં આવે છે. આથી એ જાણવું અગત્યનું છે કે શું આઈવીએફ સેન્ટર એમ્બ્રીયો ફ્રીઝિંગ સેવા પ્રદાન કરે છે.
નીચે મુજબની સ્થિતિઓમાં એમ્બ્રીયો ફ્રીઝ કરી શકાય છે
– અંડાશય અથવા વૃષણને શસ્ત્રક્રિયાથી દૂર કરવાને કારણે પ્રજનનક્ષમતા સાથે હસ્તક્ષેપ
– ગંભીર એન્ડોમેટ્રિઓસિસ
– કેન્સર
– જો કોઈ વ્યક્તિ વિવિધ અંગત કારણોને લીધે સગર્ભાવસ્થાની યોજનાઓ મુલતવી રાખવા ઈચ્છે છે
6. આઈવીએફ સફળતા દરો
પ્રજનન ચિકિત્સા, સફળતા દર વધારવા માટે સતત પ્રગતિ કરી રહી છે. અને ત્યારથી, લાખો માતા-પિતાએ આઈવીએફ ટેક્નોલોજીની મદદથી તેમના જૈવિક બાળકોને જન્મ આપ્યો છે.
આઈવીએફ કેન્દ્ર નક્કી કરતાં પહેલાં દંપતીએ તર્કસંગત અપેક્ષાઓ રાખવા અને નિર્ણાયક પસંદગી કરવા માટે સફળતાના દરો વિશે જાગૃત હોવું જોઈએ.
કેટલાક પરિબળો આઈવીએફ સફળતાના દરને અસર કરે છે.
– ઉંમર
– આરોગ્યની સ્થિતિ
– ઇંડા અને શુક્રાણુની ગુણવત્તા
– વંધ્યત્વનું કારણ
સફળતાના દરને ફેસ વેલ્યુ પર ન લો. સફળતાના દરની વિગતવાર અને તમારા ફર્ટિલિટી નિષ્ણાત સાથે રૂબરૂમાં ચર્ચા કરો કારણ કે સફળતાનો દર દંપતી-દંપતીમાં ભિન્ન હોય છે અને દર્દીના વય જૂથના આધારે બદલાય છે.
ઉંમર અને આઈવીએફ સફળતા દર:
અન્ય તમામ પરિબળોમાં આઈવીએફ સારવારની સફળતામાં ઉંમર એક મોટી ભૂમિકા ભજવે છે. ઉંમર અને આઈવીએફ સફળતાનો દર એકબીજા પર આધારિત છે. વધુ ઉંમર એ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ઇંડા અને શુક્રાણુના સ્વાસ્થ્ય અને ગુણવત્તાને અસર કરે છે.
7. આઈવીએફ પૅકેજની કિંમત
પ્રજનન સારવાર મહોંગી હોય છે. કોઈપણ ફર્ટિલિટી સારવાર કરાવતા પહેલા, આઈવીએફ પૅકેજ ખર્ચ અંગે સ્પષ્ટતા મેળવવી જરૂરી છે. આઈવીએફ પૅકેજ ખર્ચ વિશે જાગૃતિ નાણાકીય આયોજનમાં મદદ કરી શકે છે.
એક એવું આઈવીએફ કેન્દ્ર પસંદ કરો જે પારદર્શક કિંમત નિર્ધારણ પ્રણાલીનો અભ્યાસ કરે છે અને તેમાં કોઈ છુપાયેલા ખર્ચ નથી.
8. ફેસિલિટીનું સ્થાન
અમૂર્ત લાગે છે, પરંતુ આઈવીએફ કેન્દ્રનું સ્થાન ધ્યાનમાં લેવાનું મહત્વનું પરિબળ છે. અનુકૂળ રીતે સ્થિત કેન્દ્ર પસંદ કરવાથી મુલાકાતની આવર્તનને કારણે મુસાફરીનો તણાવ ઓછો થાય છે અને સમયની પણ બચત થાય છે.
તમે ઓએસિસ ફર્ટિલિટી સાથે આશ્વસ્ત છો!
ઓએસિસ ફર્ટિલિટી, સમગ્ર ભારતમાં 31 કેન્દ્રો સાથે અગ્રણી અને વિકસતી ફર્ટિલિટી ચેન છે. તે વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડે છે અને અનુભવી ડોકટરોની ટીમ અને સંભાળ રાખનાર મેનેજમેન્ટ સ્ટાફ ધરાવે છે. લેબ્સ લેટેસ્ટ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે અને ધોરણો અને ગુણવત્તાનું ચુસ્તપણે પાલન