IVF

બે અઠવાડિયાની રાહ જોવી: એ બધું જ જે તમારે જાણવાની જરૂર છે

બે અઠવાડિયાની રાહ જોવી: એ બધું જ જે તમારે જાણવાની જરૂર છે

Author: Dr. Sai Manasa Darla, Consultant, Fertility Specialist &  Laparoscopic Surgeon

જેઓ આઈવીએફમાંથી પસાર થવાના છે અને “બે-અઠવાડિયાની રાહ” વાક્યથી અજાણ છે, ચિંતા ન કરો અમે તમને તેની વિશિષ્ટતાઓ બતાવીશું.

પ્રથમ, શું તમે એચસીજી હોર્મોન વિશે જાણો છો?

હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન (એચસીજી) એ એક હોર્મોન છે જે ગર્ભાશયની દીવાલ સાથે ગર્ભના જોડાણ પર સ્રાવિત થાય છે જે સફળ પ્રત્યારોપણ સૂચવે છે. તે ગર્ભાશયી અસ્તર અને ગર્ભની વૃદ્ધિના વિકાસમાં ફાળો આપે છે.

લોહી અને પેશાબના નમૂનાઓમાં એચસીજીની ઉપસ્થિતિ ગર્ભાવસ્થા સૂચવે છે.

બે અઠવાડિયાની રાહ સમયગાળો શું છે?

આઈવીએફ પ્રક્રિયા દરમિયાન, ગર્ભ સ્થાનાંતરિત થયા પછી, ગર્ભાશયની દિવાલમાં ગર્ભને પ્રત્યારોપિત કરવા અને પૂરતા પ્રમાણમાં એચસીજી (હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોપિન) હોર્મોન ઉત્પન્ન કરવામાં લગભગ 2 અઠવાડિયા લાગે છે જેનું રક્ત પરીક્ષણ દ્વારા વિશ્લેષણ કરી શકાય છે. પોઝિટિવ ગર્ભાવસ્થા સૂચવવા માટે ગર્ભ સ્થાનાંતરણ અને રક્ત પરીક્ષણ વચ્ચેના આ સમયગાળાને બે અઠવાડિયાની રાહ સમયગાળો કહેવામાં આવે છે.

આઈવીએફ પછી પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવા માટે બે અઠવાડિયા સુધી શા માટે રાહ જોવી જોઈએ?

મૂત્ર ગર્ભાવસ્થા પરિક્ષણના કિસ્સામાં એટલે કે ઘરે ગર્ભાવસ્થા પરિક્ષણ માત્ર મૂત્રમાં એચસીજીની હાજરીને શોધે છે. જ્યારે રક્ત પરીક્ષણ શરીરમાં હાજર એચસીજીની માત્રાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે. શરીરમાં હાજર એચસીજીની માત્રા સાથે, હોર્મોન સ્તરોમાં ધીમે ધીમે વધારો મહત્વપૂર્ણ છે જે રક્ત પરીક્ષણની મદદથી સફળ પ્રત્યારોપણના 11-14 દિવસ પછી જ વિશ્લેષણ કરી શકાય છે.

ઉપરાંત, આઈવીએફ દરમિયાન જો એચસીજીનો ઉપયોગ ઓવુંલેશન સ્ટિમ્યુલેશન માટે થાય છે ત્યારે કૃત્રિમ એચસીજી ને શરીરમાંથી બહાર નીકળવામાં લગભગ 14-16 દિવસ લાગે છે. તેથી ગર્ભ પ્રત્યારોપણના બે અઠવાડિયા પછી રક્ત પરીક્ષણ એ ઘરે થતા ગર્ભાવસ્થા પરિક્ષણ કરતાં ગર્ભાવસ્થાની પુષ્ટિ કરવાની સચોટ રીત છે. રક્ત પરીક્ષણ ખોટા પોઝિટિવ અને ખોટા નેગેટિવ પરિણામોને ટાળવામાં પણ મદદ કરે છે.

ગર્ભ સ્થાનાંતરણ પછી અપેક્ષિત સંભવિત લક્ષણો:

  • સ્પોટિંગ અથવા રક્તસ્રાવ
  • ખેંચાણ અને પેડુમાં પીડા
  • સ્તનોમાં દુખાવો
  • થાક
  • ઉબકા
  • યોની સ્રાવમાં ફેરફાર
  • માસિક ચક્ર મિસ થવો

 

લક્ષણો વિશે વધારે ન વાંચશો. જ્યાં સુધી લક્ષણો ખૂબ ગંભીર ન હોય ત્યાં સુધી તમારે ગભરાવાની જરૂર નથી. જો લક્ષણો વધુ પડતી અગવડતા ઊભી કરે તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આઈવીએફ પછી પ્રત્યારોપણમાં મદદ કરવા માટે તમે શું કરી શકો?

સ્થાનાંતરણ પછી, પ્રત્યારોપણની સંભાવના ગર્ભ અને ગર્ભાશયના અસ્તર પર આધાર રાખે છે, અને આ પ્રક્રિયામાં મદદ કરવા માટે કોઈ કંઈ ઘણું કરી શકતું નથી. આ ભાવનાત્મક, શારીરિક અને માનસિક રીતે તણાવપૂર્ણ અને મુશ્કેલ સમય છે.

આમારા પાસે તમારા માટે 2-અઠવાડિયાની રાહ માટે કેટલાક સુઝાવ છે:

  • વિનમ્ર રહો. ભારે વજન ઉપાડવો, ગરમ સ્નાન અને સઘન વર્કઆઉટ ટાળો.
  • દારૂ, ધૂમ્રપાન અથવા તમાકુથી દૂર રહો.
  • જ્યાં સુધી તમારા ડૉક્ટર ન કહે ત્યાં સુધી દવાઓ લેવાનું છોડશો નહીં અથવા બંધ કરશો નહીં.
  • મૂડમાં ફેરફાર અને હોર્મોન ફેરફારો કુદરતી છે. થોડો સમય કાઢો અને વિશ્રામની કેટલીક તકનીકોનો અભ્યાસ કરો.
  • સ્પોટિંગ અને રક્તસ્ત્રાવ થઈ શકે છે. ગભરાશો નહીં. તમારા ડૉક્ટરની સલાહ લો.
  • સ્વસ્થ ખાઓ અને પૂરતી ઊંઘ લો.
  • ખોટા પોઝિટિવ પરિણામો ટાળવા માટે 2 અઠવાડિયા પૂરા ન થાય ત્યાં સુધી ઘરે ગર્ભાવસ્થા પરિક્ષણ કરવાથી બચો.
  • તમે રક્તસ્રાવ સાથે અથવા વગર તીવ્ર પેડુમાં પીડા અને ખેંચાણ અનુભવી શકો છો. તે સામાન્ય છે અને ગભરાશો નહીં.
  • સેક્સ કરવાનું ટાળો. ગર્ભ સ્થાનાંતરણ પછી જાતીય સંભોગ એ સારી વાત નથી.

 

મહત્વપૂર્ણ બિંદુ:

છેવટે, શ્રેષ્ઠની આશા રાખો પણ સૌથી ખરાબ માટે પણ તૈયાર રહો. બે-અઠવાડિયાની રાહ ઘણીવાર ફર્ટિલિટી સારવારના સૌથી મુશ્કેલ ભાગ તરીકે ઓળખવામાં આવે છે અને તે ઘબરાટ કરાવી દે તેવો સમય હોઈ શકે છે. પરંતુ રાહ જોવી પણ યોગ્ય છે.

અમે આશા રાખીએ છીએ કે ઉપરોક્ત કેટલાક સુઝાવો તમને બે અઠવાડિયાની રાહ અવધિથી પતાવટ કરવા અને સામનો કરવામાં મદદ કરશે

Was this article helpful?
YesNo

fill up the form to get a

Free Consultation

Your data is 100% safe with us.

Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit

How we reviewed this article:

HISTORY
  • Current Version
  • November 15, 2023 by Oasis Fertility
  • November 8, 2023 by Oasis Fertility

LatestTrending

Ad

BOOK A FREE CONSULTATION

Book

Appointment

Call Us

1800-3001-1000
User ID: 17 - Username: hema
User ID: 13 - Username: jigna.n
User ID: 12 - Username: kavya.j
User ID: 19 - Username: maheswari.d
User ID: 8 - Username: Oasis Fertility
User ID: 14 - Username: parinaaz.parhar
User ID: 9 - Username: Piyush_leo9
User ID: 22 - Username: poornima
User ID: 23 - Username: prasanta
User ID: 15 - Username: pratibha
User ID: 16 - Username: prinkabajaj
User ID: 18 - Username: radhikap
User ID: 21 - Username: rajesh.sawant
User ID: 10 - Username: ramya.v
User ID: 11 - Username: saimanasa
User ID: 20 - Username: shalini
User ID: 7 - Username: shootorder